Abhikom . Abhikom .

!! અનુભવ !!

સમય સાથે બદલાતા જીવનમાં, જીવનશૈલીને જે બદલાવે, એ જ અનુભવ.

સારા કે ખરાબ સમયમાં, મનને જે સાચી સમજ આપે, એ જ અનુભવ.

સમજ અને ગેરસમજ વચ્ચેનો ભેદ પારખી, સાચા માર્ગ તરફ જે દોરી જાય, એ જ અનુભવ.

પરિસ્થિતિની પરીક્ષામાં સફળ થવા, આપણા સાહસમાં જે વધારો કરે, એ જ અનુભવ.

આપણી દરેક પળમાં અને દરેક કાર્યમાંથી, હંમેશા કંઈક નવું શીખવે, એ જ અનુભવ.

Originally written by Abhay Dodiya on December 26, 2020 – 9:04 am, Grammatically corrected using LLM.

Read More
Abhikom . Abhikom .

!! સમય સાચવી લેશે !!

It All Begins Here

જ્યારે આંખ ખૂલશે, પણ કંઈ દેખાશે નહીં.
નજરની સામે હોવા છતાં, પણ મળશે નહીં.
ત્યારે ધીરજ રાખજે અને પરિશ્રમ કરતો રહેજે.
કારણ કે, જ્યારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

લોકોની તારા પ્રત્યે અપેક્ષા ઘણી હશે.
સાચી લાગણી અને પ્રેરણા પણ ઘણી હશે.
પણ સંજોગ હંમેશા બધાને ખુશ રાખી શકશે નહીં.
કારણ કે, જ્યારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

સમય જ્યારે પરીક્ષા લેશે, ત્યારે રડાવશે પણ.
દરેક આંસુ તને કંઈક શીખવશે પણ.
આગળ વધ અને ફરિયાદ ના કર.
આ પણ સંઘર્ષ છે જે કાલે વીતી જશે.
કારણ કે, જ્યારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

તું લાગણીની શોધમાં બધે ભટકશે.
ઘણી વાર એકલો બેસીને પણ રડશે.
તારા આંસુ અને લાગણી સમજનાર તને જરૂર મળશે.
કારણ કે, જ્યારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

તું ક્યારેક આગળ હશે, તું ક્યારેક પાછળ હશે.
સરવાળે જીવનના સફરમાં.
તું ફક્ત હસતા મોઢે ચાલતો રહેજે.
જેટલું ભાગ્યમાં હશે ત્યારે તને એટલું જ મળશે.
કારણ કે, જ્યારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

તારી તકલીફ તને બીજાની તકલીફ કરતા વધારે લાગશે.
તારી ખુશી તને બીજાની ખુશી કરતા નાની લાગશે.
હરીફાઈ નહિ કર, ફક્ત કર્મ કર.
તારી તકદીરનું તને મળશે.
કારણ કે, જ્યારે સમય આવશે ત્યારે બધું સાચવી લેશે.

Originally written by Abhay Dodiya on January 22, 2017 – 5:41 am, Grammatically corrected using LLM.

Read More