Abhikom . Abhikom .

!! અનુભવ !!

સમય સાથે બદલાતા જીવનમાં, જીવનશૈલીને જે બદલાવે, એ જ અનુભવ.

સારા કે ખરાબ સમયમાં, મનને જે સાચી સમજ આપે, એ જ અનુભવ.

સમજ અને ગેરસમજ વચ્ચેનો ભેદ પારખી, સાચા માર્ગ તરફ જે દોરી જાય, એ જ અનુભવ.

પરિસ્થિતિની પરીક્ષામાં સફળ થવા, આપણા સાહસમાં જે વધારો કરે, એ જ અનુભવ.

આપણી દરેક પળમાં અને દરેક કાર્યમાંથી, હંમેશા કંઈક નવું શીખવે, એ જ અનુભવ.

Originally written by Abhay Dodiya on December 26, 2020 – 9:04 am, Grammatically corrected using LLM.

Read More